કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની બે દિવસીય મુલાકાતે રવાના થશે. તેમની મુલાકાત દરમિયાન, શ્રી ગોયલ કતારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી શેખ ફૈઝલ બિન થાની બિન ફૈઝલ અલ થાની સાથે કતાર-ભારત સંયુક્ત વેપાર અને વાણિજ્ય આયોગની બેઠકની સહ-અધ્યક્ષતા કરશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, મંત્રીની મુલાકાત ભારત કતાર સાથેના વેપાર અને રોકાણ સંબંધોને કેટલું મહત્વ આપે છે તે દર્શાવે છે.
Site Admin | ઓક્ટોબર 6, 2025 9:38 એ એમ (AM)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ આજથી દોહામાં કતારની મુલાકાતે