ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2025 9:14 એ એમ (AM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત-બ્રિટેન મુક્ત વેપાર કરારને સીમાચિહ્નરૂપ ગણાવ્યો છે. લંડનમાં પ્રસાર ભારતીના સંવાદદાતા સાથેની વાતચીતમાં શ્રી ગોયલે જણાવ્યુ કે આ અભૂતપૂર્વ કરારથી ખેડૂતો, નાના ઉદ્યોગપતિઓ, MSME ક્ષેત્રો, સ્ટાર્ટઅપ્સ અને અન્ય સેવા ક્ષેત્રોને ફાયદો થશે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યુ કે ત્રણ વર્ષ માટે ટૂંકા ગાળાની નોકરીઓ માટે બ્રિટેન જતાં ભારતીયોને પણ આ કરારથી ફાયદો થશે.તેમણે કહ્યું કે કરારના અમલીકરણ પછી, તેમને સામાજિક સુરક્ષા ભંડોળ માટે ચૂકવણી કરવાની જરૂર નહીં રહે.