કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે નવી દિલ્હીમાં મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી લ્યુ ચિન ટોંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે, બંને પક્ષોએ દ્વિપક્ષીય વેપાર અને બજાર ઍક્સેસ, સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં સહયોગ અને સેવા ક્ષેત્રમાં સહયોગ સહિતના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. બેઠકમાં ASEAN-ભારત વેપાર માલ કરારની સમીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, મલેશિયા ASEAN માં ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે.
Site Admin | માર્ચ 19, 2025 9:03 એ એમ (AM)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી જિતિન પ્રસાદે નવી દિલ્હીમાં મલેશિયાના રોકાણ, વેપાર અને ઉદ્યોગ નાયબ મંત્રી લ્યુ ચિન ટોંગ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.
