કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટો બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે.
શ્રી ગોયલે નવી દિલ્હીમાં ભારત-ન્યુઝીલેન્ડ આર્થિક મંચને સંબોધતા જણાવ્યું હતું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો બંને દેશો પૂરક અર્થતંત્રોની ભાવનાથી કામ કરશે તો આગામી દસ વર્ષમાં દસ ગણો વિકાસ હાંસલ કરી શકશે. મીડિયા સાથે વાત કરતા શ્રી ગોયલે કહ્યું કે, બંને દેશોના પ્રધાનમંત્રી ભારત-ન્યુઝીલેન્ડ સંબંધોને મજબૂત બનાવવા માટે મહત્વાકાંક્ષી છે. તેમણે ઉમેર્યું કે, બંને દેશ યુવાનોને તેમની શક્તિઓનો ઉપયોગ કરવા માટે તકો પૂરી પાડી રહ્યા છે.
Site Admin | માર્ચ 18, 2025 8:14 પી એમ(PM)
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું કે, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુક્ત વેપાર કરારની વાટાઘાટો બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે.