કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડોદરામાં વ્યાપક સમીક્ષા બેઠક યોજી અને રાજ્યની રેલવે પરિયોજનાઓની પ્રગતિનો અહેવાલ મેળવ્યો.
દરમિયાન વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોષી, મધ્ય અને પશ્ચિમ રેલવેના G.M, D.R.M. અને અન્ય રેલવે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. અધિકારીઓએ વર્તમાન રેલવે પરિયોજના અને નવી લાઈન દરખાસ્તોની સ્થિતિ અંગે મંત્રીશ્રીને માહિતી આપી. બાદમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ‘મન કી બાત’ કાર્યક્રમ પણ સાંભળ્યો હતો.
Site Admin | જુલાઇ 27, 2025 4:58 પી એમ(PM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે વડોદરામાં વ્યાપક સમીક્ષા બેઠક યોજી