જુલાઇ 27, 2025 9:26 એ એમ (AM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આજે વડોદરાની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહ યોજાશે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં આજે વડોદરાની ગતિ શક્તિ વિશ્વવિદ્યાલયના ત્રીજા પદવીદાન સમારોહ યોજાશે. કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ મુખ્ય અતિથિ તરીકે વર્ચ્યુઅલી જોડાશે.વધુ માહિતી આપતા ગતિશક્તિ વિશ્વવિદ્યાલય- GSV ના કુલપતિ પ્રો. મનોજ ચૌધરીએ જણાવ્યું કે આ પદવીદાન સમારોહમાં વર્ષ 2025ના કુલ 194 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાશે ઉપરાંત, દરેક અભ્યાસક્રમમાંથી એક વિદ્યાર્થીને એકેડેમિક એક્સેલન્સ એવોર્ડ પણ એનાયત કરાશે.ગતિ શક્તિ વિશ્વવિદ્યાલય એ રેલવે મંત્રાલય હેઠળની એક કેન્દ્રીય વિશ્વવિદ્યાલય છે, જેની સ્થાપના 6 ડિસેમ્બર 2022ના રોજ સંસદના એક અધિનિયમ દ્વારા કરવામાં આવી હતી. GSV સમગ્ર પરિવહન અને લોજિસ્ટિક્સ ક્ષેત્રને આવરી લેવા આગળ વધી રહ્યું છે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.