કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂકર્યું. આ ખરડામાં રેલવે અધિનિયમ 1989માં સુધારા કરી અને રેલવે બૉર્ડની શક્તિને વધારવા, કાર્યપ્રણાલી તેમ જ સ્વતંત્રતા વધારવાની જોગવાઈ છે. શ્રી વૈષ્ણવે કહ્યું,આ ખરડાના માધ્યમથી ભારતીય રેલવે બૉર્ડ અધિનિયમ, 1905ની તમામ જોગવાઈને રેલવે અધિનિયમ, 1989માં સામેલ કરવાનો પ્રસ્તાવ છે. લોકસભા દ્વારા પહેલા જ આ ખરડાને મંજૂરી અપાઈ છે.બીજી તરફ કૉંગ્રેસના વિવેક તન્ખાએ ચર્ચા શરૂ કરતા કહ્યું, રેલવેના વિકાસ માટે રેલવે બૉર્ડને સંપૂર્ણ સ્વાયતત્તા આપવી જરૂરી છે. રેલવે-એ એક પારદર્શક સંગઠન બનાવવું જોઈએ તેમ પણ કહ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સુભાષ બરાલાએ ખરડાનું સમર્થન કરતાં કહ્યું, આ ખરડાનો ઉદ્દેશ રેલવેના વહીવટી કામને વધુ યોગ્ય, પારદર્શક અને જવાબદાર બનાવવાનો છે.
Site Admin | માર્ચ 10, 2025 6:42 પી એમ(PM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે રેલવે સુધારા ખરડો 2024 રાજ્યસભામાં ચર્ચા અને પસાર કરાવવા માટે રજૂ કર્યું
