કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે મંડળના પૉઈન્ટ્સમૅન યોગેશકુમાર શર્માને અતિવિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર 2025 એનાયત કર્યો. નવી દિલ્હીમાં 70-મા રેલ સપ્તાહના કેન્દ્રીય સમારોહમાં પૉઈન્ટ્સમૅનને સન્માનિત કરાયા.ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ આ અંગે કહ્યું, યોગેશકુમાર શર્માને તેમના અનુકરણીય શિસ્ત, સમયપાલન, સાવચેતી, પરિચાલન અને સુરક્ષા સૂચનાઓના કડક પાલન બદલ આ પુરસ્કાર અપાયો છે. તેમની સતર્કતા અને ત્વરિત કાર્યવાહી દ્વારા સંભવિત અસુરક્ષિત પરિસ્થિતિઓની સમયસર ઓળખ કરીને તેને અટકાવવામાં આવી, જેના પરિણામે સંબંધિત ક્ષેત્રમાં ટ્રેનોનું સુરક્ષિત અને દુર્ઘટનામુક્ત પરિચાલન સુનિશ્ચિત થયું હતું.
Site Admin | જાન્યુઆરી 10, 2026 3:45 પી એમ(PM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર રેલવે મંડળના પૉઈન્ટ્સમૅન યોગેશકુમાર શર્માને અતિવિશિષ્ટ રેલ સેવા પુરસ્કાર 2025 એનાયત કર્યો.