કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુસાફરોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે નવી દિલ્હીના રેલ ભવન સ્થિત વોર રૂમથી તહેવારો દરમિયાન દોડતી ખાસ ટ્રેનોની સ્થિતિની સમીક્ષા કરી હતી.
તહેવારોની મોસમ દરમિયાન રેલ્વે સ્ટેશનો પર અપેક્ષિત ભીડનું નિરીક્ષણ અને સંચાલન કરવા માટે રેલ ભવન ખાતે એક વોર રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે દેશભરમાં ત્રણ-સ્તરીય વોર રૂમ છે એક ડિવિઝનલ સ્તરે, એક ઝોનલ સ્તરે અને એક રેલ્વે બોર્ડ સ્તરે વધુમાં, દરેક મુખ્ય સ્ટેશન પર એક નાનો કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે,એમ મંત્રીએ જણાવ્યું હતું. નિયમિત ટ્રેન સેવાઓ ઉપરાંત આગામી ત્રણ દિવસમાં એક હજાર 500 ખાસ ટ્રેનો ચલાવવામાં આવશે. દરરોજ સરેરાશ 300 ખાસ ટ્રેનો દોડશે.
Site Admin | ઓક્ટોબર 24, 2025 10:32 એ એમ (AM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવન ખાતે વિશેષ ટ્રેનોની સ્થિતિની સમીક્ષા કરી હતી