કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રવાસીઓની સુવિધા સુનિશ્ચિત કરવા આજે નવી દિલ્હીમાં રેલ ભવનમાં વૉર રૂમથી તહેવારો દરમિયાન ચાલતી વિશેષ ટ્રૅનની સ્થિતિની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓ સાથે સંવાદ કર્યો અને છઠ પૂજાથી પહેલા તૈયારીઓની સમીક્ષા કરી. તહેવારો દરમિયાન વધતી પ્રવાસીઓની સંખ્યાને નિયંત્રિત કરવા વૉર રૂમ તૈયાર કરાયો છે.
શ્રી વૈષ્ણવે કહ્યું, આ વ્યવસ્થાઓમાંથી દેશભરમાં પ્રભાગીય, ક્ષેત્રિય અને રેલવે બૉર્ડ એમ ત્રણ સ્તરનો વૉરરૂમ તૈયાર કરાયા છે. નિયમિત ટ્રૅન સેવાઓ સિવાય આગામી ચાર દિવસ સુધી પ્રતિદિવસ સરેરાશ 300 વિશેષ ટ્રૅનની સાથે એક હજાર 500 વિશેષ ટ્રૅન દોડાવાશે.
આ વર્ષે છઠ પૂજા અને દિવાળીના તહેવાર દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યાને જોતા રેલવે અનેક વિશેષ ટ્રૅન દોડાવી રહ્યું છે. પહેલી ઑક્ટોબરથી 30 નવેમ્બર સુધી 61 દિવસમાં દેશભરમાં 12 હજારથી વધુ વિશેષ ટ્રૅન દોડાવવામાં આવી રહી છે.
Site Admin | ઓક્ટોબર 23, 2025 7:48 પી એમ(PM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના રેલ ભવનમાં વૉરરૂમથી તહેવાર દરમિયાન ચાલતી વિશેષ ટ્રૅનની સ્થિતિની સમીક્ષા કરી.