ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

ઓક્ટોબર 13, 2025 2:19 પી એમ(PM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે રેલવે સુરક્ષા દળ -RPFમાં સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા દર વર્ષે ભરતી કરાશે. તેમણે આધુનિક ટેકનોલોજી સાથે દળને ઉન્નત કરવાના હેતુથી અનેક પહેલોનું પણ અનાવરણ કર્યું. વલસાડમાં RPFના 41મા સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં સંબોધતા આજે શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે RPF કર્મચારીઓ ટૂંક સમયમાં VHF સેટથી સજ્જ થશે અને તેમની કાર્યકારી ક્ષમતાઓને વધારવા માટે અદ્યતન ડિજિટલ અને ડ્રોન તાલીમ મેળવશે.
શ્રી વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવે આગામી દિવાળી અને છઠ તહેવારો નિમિત્તે 12 હજાર વિશેષ ટ્રેન ચલાવશે.
છેલ્લા 11 વર્ષમાં ભારતીય રેલવેની પરિવર્તનશીલ પ્રગતિ પર પ્રકાશ પાડતા, શ્રી વૈષ્ણવે નોંધ્યું કે 35 હજાર કિલોમીટર નવા રેલવે ટ્રેક બનાવાયા છે, અને 99 ટકા રેલવે વીજળીકરણ પૂર્ણ થયું છે. આ પ્રસંગે તેમણે RPF પરેડનું નિરીક્ષણ કર્યું અને 40 કર્મચારીઓને તેમની ઉત્તમ સેવા બદલ પુરસ્કારો પ્રદાન કર્યા. રાજ્યની એક દિવસની મુલાકાતે આવેલા શ્રી વૈષ્ણવ હવે નવસારીના બિલીમોરા હાઇસ્પીડ રેલવે મથકની મુલાકાત લેશે.