કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભારપૂર્વક જણાવ્યું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની પહેલા તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થઈ જશે. નવી મુંબઈમાં ઘણસોલી અને શિલ્ફાટા ટનલની કામગીરીની સમીક્ષા બાદ મીડિયા સાથે વાત કરતા, તેમણે માહિતી આપી કે પ્રોજેક્ટના થાણે વિભાગની કામગીરી 2028 સુધીમાં પૂર્ણ થશે. જયારે આવતા વર્ષે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ સુધીની કામગીરી પૂર્ણ થશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યુ કે આ પ્રોજેક્ટનો 320 કિલોમીટર લાંબી વાયડક્ટની કામગીરી પૂર્ણ થઈ છે, સાબરમતી ટનલ પૂર્ણ થવાના આરે છે, અને રૂટ પરના તમામ સ્ટેશનો અને પુલોનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આ બુલેટ ટ્રેન અમદાવાદ અને મુંબઈ વચ્ચેનો મુસાફરીનો સમય ઘટાડશે અને માર્ગ પરના મુખ્ય આર્થિક કેન્દ્રોને જોડશે. શ્રી વૈષ્ણવે નવી પૂર્ણ થયેલી ટનલની પણ મુલાકાત લીધી અને પ્રગતિની સમીક્ષા કરી.
Site Admin | સપ્ટેમ્બર 20, 2025 3:29 પી એમ(PM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું- અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના પ્રથમ તબક્કાની સુવિધા 2027 સુધીમાં કાર્યરત થશે.