સરકારે જણાવ્યું, સ્વદેશી રીતે વિકસિત રેલવે સુરક્ષા પ્રણાલિ કવચ ફૉર પૉઈન્ટ ઑ-ની અત્યાધુનિક આવૃત્તિ, કોટા—મથુરા ખંડ પર સ્થાપિત થવા તૈયાર છે. લોકસભામાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેને દેશમાં રેલવે સુરક્ષા પ્રણાલિઓના આધુનિકીકરણની દિશામાં એક મહત્વનું પગલું ગણાવ્યું. તેમણે કહ્યું, કવચ ફૉર પૉઈન્ટ ઑ-નું નિર્માણ ઘણા ઓછા સમયમાં પૂર્ણ કરાયું છે.
રેલવેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારત પરિકલ્પનાથી પ્રેરિત થઈને કવચ સ્વચાલિત રૅલવે સુરક્ષા પ્રણાલિનું સ્વદેશી રીતે ડિઝાઈન, વિકાસ અને નિર્માણ કર્યું છે.
Site Admin | જુલાઇ 31, 2025 9:30 એ એમ (AM)
કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કવચ 4.O ને રેલવે સુરક્ષા પ્રણાલિઓના આધુનિકીકરણની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું.
