ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 30, 2025 2:04 પી એમ(PM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, માત્ર ત્રણ વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ.

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, માત્ર ત્રણ વર્ષમાં જ વંદે ભારત રેલવે સેવા તમામ રાજ્યોમાં ઉપલબ્ધ થઈ છે. લોકસભામાં આજે એક પ્રશ્નના જવાબમાં શ્રી વૈષ્ણવે કહ્યું, હાલમાં સમગ્ર દેશમાં 144 વંદે ભારત ટ્રૅન દોડી રહી છે. તેમણે કહ્યું, આ ટ્રૅનના સંચાલનની પ્રતિક્રિયા ઘણી પ્રોત્સાહક છે અને અનેક રાજ્યોમાંથી આવી ટ્રૅનની માગ આવી રહી છે.

શ્રી વૈષ્ણવે કહ્યું, સરકાર મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા વર્ગના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, છેલ્લા કેટલાક વર્ષમાં સામાન્ય શ્રેણી કૉચની સંખ્યામાં વધારો થયો છે. શ્રી વૈષ્ણવે ટ્રૅનમાં કુલ 82 હજાર કૉચમાંથી 70 ટકા સામાન્ય અને બિન-વાતાનુકૂલિત છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.