જુલાઇ 28, 2025 9:27 એ એમ (AM)

printer

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત રેલવેના ઉપકરણોનો મોટો નિકાસકાર બની રહ્યું છે

કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારત રેલવેના ઉપકરણોનો મોટો નિકાસકાર બની રહ્યું છે.તેમણે કહ્યું, “મેક ઇન ઇન્ડિયા અને મૅક ફૉર ધી વર્લ્ડ” પહેલની અસર ભારતીય રેલવે ઉત્પાદન ક્ષેત્રમાં સ્પષ્ટપણે દેખાય છે. વડોદરાના સાવલી ખાતે આવેલા અલ્સ્ટૉમ કારખાનાની મુલાકાત દરમિયાન શ્રી વૈષ્ણવે આ વાત કહી.તેમણે ભાર મૂક્યો કે, અનેક દેશમાં રેલવે ઘટકોની નિકાસ એ ભારતમાં નોંધપાત્ર રોજગારીની તકનું સર્જન કરી રહી છે. શ્રી વૈષ્ણવે અત્યાધુનિક ટૅક્નૉલૉજી સાથે ઉત્પાદિત ‘નમો ભારત’ કૉચની આધુનિક ડિઝાઈન અને નિર્માણ ગુણવત્તાની પ્રશંસા કરી.ઉલ્લેખનીય છે કે, અલ્સ્ટૉમ કારખાનામાં ઉત્પાદિત કૉચ, લોકોમોટિવ, બોગી, પ્રૉપલ્શન સિસ્ટમ વગેરેની વિશ્વભરમાં નિકાસ કરાય છે.