ભાવનગર સર.ટી હોસ્પિટલ ખાતે આજે \”રાષ્ટ્રીય વયોશ્રી યોજના\”હેઠળ મૂલ્યાંકન પ્રક્રિયાનો કેન્દ્રીય રાજયમંત્રી નિમુબેન બાંભણીયાએ પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે શ્રીમતી બાંભણીયાએ જણાવ્યું.. કેન્દ્ર સરકારની સશક્ત વયોવૃદ્ધ, સશક્ત સમાજ તરફની આ યોજના અંતર્ગત જિલ્લામાં 15 દિવસ સુધી લાભાર્થીઓનું મૂલ્યાંકન કરી સાધનોની ફાળવણી કરાશે.
આ યોજના અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કે જેને ચાલવાની લાકડી, વ્હીલ ચેર, વોકર, કાનનું મશીન, ઘૂંટણ અને કમરના બેલ્ટ, કુત્રિમ દાંત સહિતના 15 જેટલા સાધનો મૂલ્યાંકન બાદ આપવામાં આવનાર છે. જેની જરૂરી ડોક્યુમેન્ટ સાથેની નોંધણી પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે જરૂરિયાતમંદ વૃદ્ધોને પેન્શન અને આયુષ્યમાન કાર્ડ અંગેની કામગીરી હાથ ધરવામાં આવી છે.