ફેબ્રુવારી 28, 2025 7:12 પી એમ(PM)

printer

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે

કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણિયાની અધ્યક્ષતામાં ભાવનગરમાં આગામી 9થી 12 માર્ચ નમો સખી સંગમ મેળો યોજાશે. જવાહર મેદાન ખાતે યોજાનારા મેળા અંગે શ્રીમતી બાંભણિયાની અધ્યક્ષતામાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. આંતર-રાષ્ટ્રીય મહિલા દિવસ આઠ માર્ચ અંતર્ગત યોજાનારા મેળામાં સ્વસહાય જૂથ અને ગ્રામ સંગઠનોને યોજનાકીય લાભોનું વિતરણ, લખપતિ દીદીઓને સન્માનિત કરવાં, સ્વસહાય જૂથની મહિલાઓ સાથે સંવાદ તથા આ મહિલાઓ દ્વારા ઉત્પાદિત પ્રોડકટના પ્રદર્શન માટે 100 હાટડી બનાવાશે. દરમિયાન ભાવનગર અને બોટાદ જિલ્લાની 40 મહિલાઓને સન્માનિત કરાશે.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.