સપ્ટેમ્બર 10, 2025 8:22 પી એમ(PM)

printer

કેન્દ્રીય રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકેએ નવી દિલ્હીમાં વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ વિશ્વવિદ્યાલય – આદિ સંસ્કૃતિનું ઉદ્ઘાટન કર્યું

આદિજાતિ બાબતોના રાજ્યમંત્રી દુર્ગાદાસ ઉઇકેએ આજે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિશ્વની પ્રથમ ડિજિટલ આદિજાતિ વિશ્વવિદ્યાલય – આદિ સંસ્કૃતિનું ઉદ્ઘાટન કર્યું. આ વિશ્વવિદ્યાલય વિશે પ્રકાશ પાડતા, શ્રી ઉઇકેએ જણાવ્યું હતું કે આદિ સંસ્કૃતિ એક ડિજિટલ એકેડેમી અને ઇ-લર્નિંગ મંચ છે જે રાષ્ટ્રીય અને વૈશ્વિક પ્રેક્ષકો માટે આદિવાસી કલા સંસ્કૃતિ, હસ્તકલા અને જ્ઞાન પ્રણાલીઓ માટે ઓનલાઇન બજાર ધરાવે છે.
તેમણે ઉમેર્યું હતું કે તે સાંસ્કૃતિક સંરક્ષણ અને આજીવિકાના સર્જન માટે નવી તકો ઊભી કરશે. સંકલિત આદિજાતિ વિકાસ એજન્સીના પ્રોજેક્ટ અધિકારીઓ સાથે આદિ કર્મયોગી અભિયાન પર રાષ્ટ્રીય પરિષદને સંબોધતા, મંત્રીએ જણાવ્યું હતું કે આદિવાસી વારસાનું જતન ફક્ત સંસ્કૃતિનું રક્ષણ કરવા વિશે નથી, પરંતુ પાયાના સ્તરે ગૌરવ, સશક્તિકરણ અને તકો સુનિશ્ચિત કરવા વિશે પણ છે.