ડિસેમ્બર 17, 2025 7:51 પી એમ(PM)

printer

કેન્દ્રીય રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું, પ્રસાર ભારતીએ સાંસ્કૃતિક પહોંચને પ્રોત્સાહન આપવા કન્ટેન્ટ સિન્ડિકેશન નીતિ, 2025નો ડ્રાફ્ટ તૈયાર કર્યો

માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું હતું કે પ્રસાર ભારતીએ સાંસ્કૃતિક પહોંચને પ્રોત્સાહન આપવા અને તેના કાર્યક્રમો દ્વારા આવક ઉત્પન્ન કરવા તેમજ તેની જાહેર સેવાની જવાબદારી પૂર્ણ કરવા માટે કન્ટેન્ટ સિન્ડિકેશન નીતિ, 2025નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.
આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, ડૉ. મુરુગને જણાવ્યું હતું કે આ નીતિનો ઉદ્દેશ્ય દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા ઉત્પાદિત કાર્યક્રમો, આર્કાઇવ કરેલા રાષ્ટ્રીય અને પ્રાદેશિક કાર્યક્રમો અને સરકારી કાર્યક્રમો, તહેવારો, રમતગમત વગેરેના લાઇવ પ્રસારણનું મુદ્રીકરણ કરવાનો છે.
બીજા લેખિત જવાબમાં, ડૉ. મુરુગને જણાવ્યું હતું કે સરકાર દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયોની કામગીરી અને પ્રેક્ષકોની પહોંચ વધારવા માટે સતત પગલાં લઈ રહી છે.