વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંઘે ભારતીય વાયુ સેનાના ગૃપ કેપ્ટન શુભાંશુ શુક્લા અને ઍક્સિઑમ ફૉર મિશન ટીમને આંતર-રાષ્ટ્રીય અવકાશ મથક- I.S.S.માં સફળતાપૂર્વક જોડાવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. માધ્યમો સાથે વાત કરતા શ્રી સિંઘે કહ્યું, શુભાંશુ શુક્લા I.S.S.ના પ્રવેશદ્વાર પર ઉભા છે અને 14 દિવસના પ્રવાસ માટે પગલું ભરવાની રાહ જોઈ રહ્યા છે. જ્યારે સમગ્ર વિશ્વ તેમને ઉત્સાહ અને ઉમંગ સાથે જોઈ રહ્યું છે.
મિશનમાં ભારતની મહત્વની ભૂમિકાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, અભિયાનના મહત્વના ભાગ, ખાસ કરીને જીવ-વિજ્ઞાનથી સંબંધિત, કોઈ પણ આવાસ, સુક્ષ્મ ગુરુત્વાકર્ષણ અને અવકાશમાં માનવ શરીર વિજ્ઞાન પર વિવિધ પ્રભાવની ક્ષમતાની શોધ કરવા તેમની પર વિશ્વાસ મૂકાયો છે. શ્રી સિંઘે કહ્યું, સમગ્ર વિશ્વમાં ભવિષ્યના તમામ અભિયાન પર આનો મહત્વનો પ્રભાવ પડશે.