મે 24, 2025 2:02 પી એમ(PM)

printer

કેન્દ્રીય રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્યસંભાળ સેવાઓનો વ્યાપ વધારવા રાજ્ય સરકારો સાથે સહયોગ કર્યો

આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે ગુણવત્તાયુક્ત અને વાજબી આરોગ્યસંભાળ સેવાઓની પહોંચ વધારવા માટે રાજ્ય સરકારો સાથે સહયોગ કર્યો છે.
નવી દિલ્હીમાં રાઇઝિંગ નોર્થ ઇસ્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં મીડિયા સાથે વાત કરતા, તેમણે કહ્યું કે ખાનગી ક્ષેત્ર સમગ્ર પૂર્વોત્તરમાં આરોગ્યસંભાળને આગળ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે. સુશ્રી પટેલે જણાવ્યું હતું કે સરકારે પૂર્વોત્તરના લોકો સુધી પહોંચવા માટે તમામ પ્રયાસો કર્યા છે.