કેન્દ્રીય રમત ગમત મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે ગાંધીનગર ખાતે સન્ડેઝ ઓન સાઇકલ રેલીમાં જોડાયા. મહાત્મા મંદિરથી યોજાયેલી આ સાયકલ રેલીમાં શ્રી માંડવીયાએ ફિટ રહેવા સાયકલ ચલાવવા લોકોને અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાયકલ ચલાવવાથી માનસિક આરોગ્ય પણ જળવાય છે.
આજે સમગ્ર દેશમાં 7 હજારથી વધુ સ્થળોએ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું.