કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા આવતીકાલે દિલ્હીમાં ફીટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્દઘાટન કરશે.
તંદુરસ્ત જીવનશૈલી અને સ્થૂળતામુક્ત દેશની સંકલ્પના મુજબ શરૂ કરાયેલી ફીટ ઇન્ડિયા ચળવળ મુજબ તંદુરસ્ત અને સક્રિય જીવન પદ્ધતિને પ્રોત્સાહન આપવા દિલ્હીમાં 3 દિવસ માટેનો ફીટ ઇન્ડિયા કાર્નિવલ આવતીકાલથી યોજાશે.
આ કાર્નિવલમાં દોરડા કૂદ, એક જ સ્થળે સાયક્લીંગ, જેવી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન અપાશે. આ પ્રસંગે આગામી 20મી માર્ચથી દિલ્હીમાં યોજાનાર ખેલો ઇન્ડિયા પેરા રમતોત્સવના લોગોનું અનાવરણ અને રમતોત્સવના ખાસ ગીતની પ્રથમ પ્રસ્તુતિ કરાશે.