કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. અગ્રણી સાયકલ ઉત્પાદકો સાથેની બેઠક દરમિયાન, શ્રી માંડવિયાએ ભાર મૂક્યો કે, આવા પ્રોત્સાહનો સ્વાભાવિક રીતે લોકોને સાયકલ ચલાવવા તરફ દોરી જશે.
તેમણે ઉલ્લેખ કર્યો કે, સાયકલ ચલાવવાથી દેશના કાર્બન ફૂટપ્રિન્ટમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. વ્યાપાર જગતના પ્રતિનિધિઓએ બેઠકમાં હાજરી આપી ‘સન્ડે ઓન સાયકલ’ પહેલને સમર્થન આપવા પ્રતિબદ્ધતા દર્શાવી.
Site Admin | ફેબ્રુવારી 12, 2025 9:59 એ એમ (AM)
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ અગ્રણી સાયકલ ઉત્પાદકોને તમામ વય જૂથોમાં સાયકલ ચલાવવાને પ્રોત્સાહન આપવા વિનંતી કરી.
