કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટે અરજી કરવા અપીલ કરી છે.આ એવોર્ડ 15 થી 29 વર્ષની વય વચ્ચેના વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવે છે. જે વ્યક્તિઓ કે સંસ્થાઓ વિકાસ અને સામાજિક સેવાઓ જેવા કે આરોગ્ય, માનવ અધિકારોને પ્રોત્સાહન, સક્રિય નાગરિકતા અને સમુદાય સેવાના વિવિધક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કાર્ય અને યોગદાન માટે એનાયત કરવામાં આવે છે. આ પુરસ્કારમાં એક મેડલ, પ્રમાણપત્ર અને વ્યક્તિગતને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર અને સંસ્થાને ત્રણ લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. એક વિડિયો સંદેશમાં, ડૉક્ટર માંડવિયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પુરસ્કારો માત્ર એક પ્રસંશા નથી પરંતુ પ્રગતિશીલ ભારતને પ્રોત્સાહન આપવામાં યુવા નેતૃત્વની ભાગીદારીની ઉજવણી છે. રાષ્ટ્રીયયુવા પુરસ્કાર 2022-23 માટેની અરજી 1લી નવેમ્બરથી 15મી નવેમ્બર દરમિયાન ગૃહ મંત્રાલયના કોમન એવોર્ડ પોર્ટલ દ્વારા મંગાવવામાં આવી રહી છે.
Site Admin | નવેમ્બર 1, 2024 6:05 પી એમ(PM)
કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ યુવાનોને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય યુવા પુરસ્કાર 2022-23 માટે અરજી કરવા અપીલ કરી
