જાન્યુઆરી 11, 2026 1:08 પી એમ(PM)

printer

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 56મા સંસ્કરણમાં ભાગ લીધો

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલના 56મા સંસ્કરણમાં ભાગ લીધો હતો.
શ્રી માંડવિયાએ કહ્યું કે સાયકલ ચલાવીને દેશના યુવાનો શીખી શકે છે કે ક્યારે ધીરજ રાખવી, ક્યારે ધીમું થવું અને ક્યારે ગતિ વધારવી. ફિટ અને સ્વસ્થ યુવાનો રાષ્ટ્રના વિકાસનું નેતૃત્વ કરવામાં મદદ કરી શકે છે અને સાયકલિંગ તેનો એક મહત્વપૂર્ણ ભાગ છે.