કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ કહ્યું, ભારતનો અભિગમ હવે સંપૂર્ણપણે “ખેલાડી કેન્દ્રીત” બની રહ્યો છે. ખેલાડીઓના હિતને સર્વોપરી રાખી શકાય તે માટે વર્ષોથી પડતર રહેલા સ્પૉર્ટ્સ ગવર્નન્સ બિલ દ્વારા મહામંડળોમાં પારદર્શકતા લવાશે. અમદાવાદમાં વીર સાવરકર રમતગમત સંકુલ ખાતે યોજાયેલી સ્પોર્ટ્સ ગવર્નન્સ કૉન્કલૅવને સંબોધતાં શ્રી માંડવિયાએ કહ્યું, આગામી 10 વર્ષ માટે વિશેષ “મેડલ સ્ટ્રેટેજી એટલે કે, ચંદ્રક વ્યૂહરચના” તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં આવેલી રમતગમતની ક્રાંતિનો ઉલ્લેખ કરતા કહ્યું, ખેલ મહાકુંભના કારણે રાજ્યના ખેલાડીઓની માનસિકતા બદલાઈ છે અને આ વર્ષે 73 લાખ ખેલાડીની વિક્રમી સહભાગીદારી નોંધાઈ છે.
Site Admin | જાન્યુઆરી 9, 2026 7:06 પી એમ(PM)
કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ કહ્યું, ભારતનો અભિગમ હવે સંપૂર્ણપણે “ખેલાડી કેન્દ્રીત” બની રહ્યો છે.