ડિસેમ્બર 25, 2025 4:21 પી એમ(PM)

printer

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જુનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતિકરૂપ ગદા દર્શાવી આજે ખૂલ્લો મુક્યો.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ જુનાગઢમાં પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવ 2025ના ફિનાલેને શક્તિના પ્રતિકરૂપ ગદા દર્શાવી આજે ખૂલ્લો મુક્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, સંસ્કૃતિ અને જીવનશૈલીનો ભાગ એવી રમતોથી ખેલાડીઓનું વ્યક્તિત્વ ખીલે છે. દરેક નાગરિક સ્વસ્થ રહે તે માટે રમત રમવી જરૂરી હોવાનું પણ તેમણે ઉંમેર્યું હતું.આ સમારોહમાં વર્ચ્યૂઅલી ઉપસ્થિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આ મહોત્સવના માધ્યમથી દેશભરમાં હજારો પ્રતિભાશાળી ખેલાડીઓ ઉભરી રહ્યા છે. વર્ષ 2030માં જ્યારે ભારત, અમદાવાદમાં રાષ્ટ્રમંડળ રમતની યજમાની કરશે ત્યારે સમગ્ર વિશ્વ ભારત તરફ જોશે તેમ પણ તેમણે ઉંમેર્યું.

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.