ઓક્ટોબર 2, 2025 6:56 પી એમ(PM)

printer

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં MY Bharat રાષ્ટ્રીય ધ્વજ ક્વિઝના વિજેતાઓનું સિયાચીનથી પરત ફરતા સ્વાગત કર્યું.

કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં MY Bharat રાષ્ટ્રીય ધ્વજ ક્વિઝના વિજેતાઓનું સિયાચીનથી પરત ફરતા સ્વાગત કર્યું.
આ પ્રસંગે સંબોધન કરતા, શ્રી માંડવિયાએ યુવાનોને MY Bharat પહેલના મૂળમાં રહેલા સેવા અને ફરજના મૂલ્યોને અપનાવવા બદલ અભિનંદન આપ્યા. તેમણે વિજેતાઓને આ મૂલ્યોને તેમના રોજિંદા જીવનમાં અને સમાજમાં લઈ જવા માટે અપીલ કરી . શ્રી માંડવિયાએ વિજેતાઓને દેશના યુવાનોને પોતાના અનુભવજણાવવા કહ્યું . 25 વિજેતાઓના જૂથે 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી સિયાચીન બેઝ કેમ્પની યાત્રા કરી હતી.