ડિસેમ્બર 24, 2025 8:48 એ એમ (AM)

printer

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક વ્યાપક ઇન્ટર્નશિપ નીતિ શરૂ કરી

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે એક વ્યાપક ઇન્ટર્નશિપ નીતિ શરૂ કરી છે. જેનો ઉદ્દેશ્ય દેશની રમતગમત ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે પ્લેટફોર્મ બનાવવાનો છે. મંત્રાલયે જણાવ્યું કે આ પહેલ મંત્રાલય અને તેની સ્વાયત્ત સંસ્થાઓમાં કોલેજ અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અર્થપૂર્ણ ઇન્ટર્નશિપ તકો પૂરી પાડશે, જે તેમને રમતગમત શાસન, વહીવટ અને સંલગ્ન વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રત્યક્ષ સંપર્ક પ્રદાન કરશે.