જુલાઇ 13, 2025 8:51 એ એમ (AM)

printer

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે પ્રતિષ્ઠિત તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2024 માટે નામાંકન મંગાવ્યા

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયે પ્રતિષ્ઠિત તેનઝિંગ નોર્ગે નેશનલ એડવેન્ચર એવોર્ડ 2024 માટે નામાંકન મંગાવ્યા છે. આ પુરસ્કાર સાહસમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓનું સન્માન કરે છે, જેનો ઉદ્દેશ પડકારજનક પરિસ્થિતિઓમાં યુવાનોમાં સહનશક્તિ, જોખમ લેવાની ક્ષમતા અને સંઘ ભાવનાને પ્રોત્સાહન આપવાનો છે.આ પુરસ્કાર યુવાનોને જમીન, સમુદ્ર અને હવામાં સાહસિક પ્રવૃત્તિઓમાં જોડાવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. અર્જુન પુરસ્કારોની સાથે દર વર્ષે આપવામાં આવતો તેનઝિંગ નોર્ગે રાષ્ટ્રીય સાહસિક પુરસ્કાર ચાર શ્રેણીઓમાં શ્રેષ્ઠતાને સન્માનિત કરે છે જેમા જમીન, પાણી અને હવા સંબંધિત સાહસ અને વિવિધ ક્ષેત્રોમાં આજીવન સિધ્ધિ બદલ પુરસ્કારનો સમાવેશ થાય છે.વર્ષ 2024નાં પુરસ્કારો માટે 15 જુલાઇ સુધી awards.gov.in પર ઓનલાઇન નામાંકન ભરી શકાશે. વિગતવાર માર્ગદર્શિકા અને પાત્રતાના માપદંડો આ પોર્ટલ પર અને મંત્રાલયની વેબસાઇટ yas.nic.in. પર ઉપલબ્ધ છે.