કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી છે. આજે રાષ્ટ્રીય પ્રેસ ડે નિમિત્તે દિલ્હીમાં યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં તેમણે કહ્યું કે, દેશની આઝાદીની લડતમાં અને કટોકટીના સમયગાળામાં ભારતના સમુહ પ્રસાર માધ્યમોએ નોંધપાત્ર કામગીરી કરી હતી.
તેમણે પેઇડ ન્યૂઝ એટલે કે આર્થિક બળના આધારે સમાચારો પ્રભાવિત કરવાને સમગ્ર સમાજ સામેનો મોટો પડકાર ગણાવ્યો હતો. મંત્રીએ જણાવ્યું હતું કે, લોકો પારંપારિક પ્રસાર માધ્યમોથી ડિજીટલ મીડિયા તરફ વળી રહ્યા છે. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરૂગને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
Site Admin | નવેમ્બર 16, 2024 7:43 પી એમ(PM) | કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે લોકશાહીના જતનમાં પ્રસાર માધ્યમોની ભૂમિકા મહત્વની ગણાવી
