કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરૂગને આજે બેંગ્લોરમાંમંત્રાલય હેઠળ કાર્યરત્ મીડિયા એકમોની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી. તેમણે ખેડૂતો,મહિલાઓ અને વિદ્યાર્થીઓ માટે ચલાવવામાં આવતા કાર્યક્રમોની માહિતી માગી હતી.શ્રી મુરૂગને એક સામાન્ય સામગ્રી એકમ બનાવવાની સલાહઆપી, જે પત્ર સૂચના કાર્યાલય – P.I.B. , દૂરદર્શન, આકાશવાણી અને મંત્રાલયના અન્ય એકમોની સાથે માહિતી શેર કરી શકે.તેમણે દૂરદર્શન અને આકાશવાણીને મહત્વપૂર્ણ મંદિરોમાં થઈ રહેલી પ્રવૃત્તિઓનું કવરેજકરવા પણ કહ્યું. શ્રી મુરૂગને કહ્યું કે, લોકપ્રસારકેમહત્વના મુદ્દાઓ પર પ્રખ્યાત હસ્તિઓ અને વરિષ્ઠ રાજકીય નેતાઓના વિચાર જાણવા જોઈએ.તેમજ વર્તમાન મુદ્દાઓ પર ચર્ચાનું આયોજન કરવું જોઈએ. તેમણે અધિકારીઓને પોતાનાપ્રતિનિધિત્વવાળા સંગઠનોમાં એક ટીમ તરીકે કામ કરવાનો પણ આગ્રહ કર્યો હતો. આ પહેલાઆજે શ્રી મુરૂગને રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાથે પણ મુલાકાત કરી હતી.
Site Admin | ઓક્ટોબર 18, 2024 7:10 પી એમ(PM)
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી એલ. મુરૂગને આજે બેંગ્લોરમાંમંત્રાલય હેઠળ કાર્યરત્ મીડિયા એકમોની પ્રવૃત્તિઓની સમીક્ષા કરી
