ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી સાથે જાપાનના ટોક્યોમાં બેઠક કરી

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જાપાનના ડિજિટલ ટ્રાન્સફર્મેશન મંત્રી તારો કોનો સાથે જાપાનના ટોક્યોમાં ભારત-જાપાન ડિજિટલ સંબંધ મજબૂત કરવા અંગે બેઠક કરી હતી. બંને નેતાએ ભવિષ્યની તકનીકી અને પ્રગતિ અંગે ડિજિટલ ક્ષેત્રમાં સહયોગ અંગે ચર્ચા કરી હતી.
અગાઉ, શ્રી વૈષ્ણવે ભારત-જાપાન વ્યૂહાત્મક ભાગીદારીની વર્તમાન અને ભાવિ સ્થિતિ ઉપર જાપાનના પ્રધાનમંત્રીના વિશેષ સલાહકાર મસાફુમી મોરી સાથે વ્યાપક ચર્ચા કરી હતી. શ્રી વૈષ્ણવે જાપાનના પરિવહન અને પ્રવાસન મંત્રી તેત્સુઓ સૈટો સાથે ભારત-જાપાન રેલવે સહયોગ વધારવા, આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને સાંસ્કૃતિક સંબંધોને ગાઢ બનાવવા અંગે પણ ચર્ચા કરી હતી.