ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
Listen to live radio

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ ખાનગી સેટેલાઇટ ટીવી ચેનલોને સૂચના જારી કરી છે. કુદરતી આપત્તિના કવરેજમાં દર્શાવાતા દ્રશ્યો સમયઅને તારીખ સાથે દર્શાવે તેવી સૂચના આપી છે.એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ કોઈ આપત્તિ અથવા કુદરતી આફત આવે છે ત્યારે ટીવી ચેનલો ઘણા દિવસો સુધી સતત કવરેજ આપે છે પરંતુ જે દિવસે ઘટના બની તે દિવસથી વારંવાર ફૂટેજ બતાવે છે. તે કહે છે કે આનાથી દર્શકોમાં બિનજરૂરી મૂંઝવણ અને સંભવિત ગભરાટ પેદા થાય છે.ટીવી ચેનલોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આવી ઘટનાઓના વિઝ્યુઅલમાં દર્શકોમાં કોઈ ગેરસમજ ન થાય તે માટે ફૂટેજની ટોચ પર સ્ટેમ્પ પ્રદર્શિત થવો જોઈએ. ટીવી ચેનલોને પણ આવી
ઘટનાઓનું પ્રસારણ કરતી વખતે પ્રોગ્રામ કોડનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ

કોઈ પોસ્ટ મળી નથી.