જાન્યુઆરી 9, 2025 7:04 પી એમ(PM) | નીતિન ગડકરી

printer

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “સરકારનું લક્ષ્ય દેશને ઊર્જા આયાતકારમાંથી ઊર્જા નિકાસકાર બનાવવાનો છે

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું, “સરકારનું લક્ષ્ય દેશને ઊર્જા આયાતકારમાંથી ઊર્જા નિકાસકાર બનાવવાનો છે.” મધ્યપ્રદેશના પીથમપુરમાં ઑટોમોટિવ ટેસ્ટ ટ્રૅકમાં યોજાયેલા કાર્યક્રમમાં
શ્રી ગડકરીએ કહ્યું, “ભારત સતત વૈકલ્પિક ઊર્જા સ્ત્રોતને પ્રોત્સાહન આપી રહ્યું છે.”
શ્રી ગડકરીએ હાઈડ્રૉજનને ભવિષ્યનું ઈંધણ ગણાવતા કહ્યું, “સરકાર અને કેટલીક ઑટોમૉબાઈલ કંપનીઓ આ દિશામાં કામ કરી રહી છે.” તેમણે દેશના આર્થિક વિકાસમાં ઑટોમૉબાઈલ ઉદ્યોગના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ આ ક્ષેત્રમાં અત્યાર સુધી 4 કરોડ 50 લાખથી વધુ રોજગારનું સર્જન કર્યું છે.