ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે દુષ્કર્મના પ્રયાસના કેસમાં અલ્હાબાદ વડી અદાલતના ન્યાયાધીશની ટિપ્પણીઓ સામે વાંધો ઉઠાવીને તેને અયોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું કે આવા અવલોકનોથી સમાજમાં ખોટો સંદેશ જશે.સંસદની બહાર પત્રકારો સાથે વાત કરતા તેમણે ઉમેર્યું કે આ પ્રકારની ટિપ્પણીઓ આવા કેસોને લગતા વિવિધ ચુકાદાઓ પર પ્રતિકૂળ અસર કરશે અને તે ખોટું કરવાની માનસિકતાને પ્રોત્સાહન આપશે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર ન્યાયાધીશ દ્વારા આવા અવલોકનોની નોંધ લેશે.ઉલ્લેખનીય છે કે અલહાબાદ વડી અદાલતના ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાએ દુષ્કર્મ સંબંધિત એક કેસની સુનાવણી કરતી વખતે કેટલીક ટિપ્પણીઓ કરી હતી જેનાથી આક્રોશ ફેલાયો છે.