કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ આજે નવી દિલ્હીમાં બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતને બાળ લગ્ન મુક્ત રાષ્ટ્ર બનાવવાનો છે.
અભિયાન શરૂ કરાવતા સુશ્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે, સરકારે દેશમાં 130 જિલ્લા નક્કી કર્યા છે, જ્યાં આ અભિયાન પર ભાર મૂકવામાં આવશે. તેમણે જણાવ્યું કે, બાળ લગ્ન માત્ર ફોજદારી ગુનો જ નથી, માનવ અધિકારનો પણ ભંગ છે. તેમણે જણાવ્યું કે, બાળ વિવાહ મુક્ત ભારત અભિયાન માત્ર 10-15 દિવસનો કાર્યક્રમ નથી, પણ અવિરત પ્રયત્ન છે, જે ભારત બાળ વિવાહનાં દુષણથી મુક્ત નહીં થાય ત્યાં સુધી ચાલુ રહેશે.
શ્રીમતી અન્નપૂર્ણા દેવીએ બાળ લગ્ન-મુક્ત ભારત પોર્ટલનું પણ અનાવરણ કર્યું હતું. બાળ લગ્ન અટકાવવા અને બાળ લગ્નની ઘટનાઓ અંગે જાગૃતિ વધારવાના અભિયાનને સમર્થન આપવા માટે ઓનલાઈન પ્લેટફોર્મ વિકસાવવામાં આવ્યું છે.
Site Admin | નવેમ્બર 27, 2024 7:39 પી એમ(PM) | બાળ વિવાહ મુક્ત ભારત
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ બાળ વિવાહ મુક્ત ભારતના રાષ્ટ્રીય અભિયાનની શરૂઆત કરાવી
