કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોનામંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું છે કે ભારત આગામી ટૂંક સમયમાં વિશ્વનું સૌથી વિશાળ મેટ્રો નેટવર્ક બની જશે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 17મી અર્બનમોબિલિટી ઇન્ડિયા કૉન્ફરેન્સના સમાપાન સમારોહને સંબોધતા શ્રી ખટ્ટરે ટાકાઉ અનેસમાન જાહેર પરિવહન સેવા પર ભાર મૂક્યો. મંત્રીએ કહ્યું કે સરકારે ટકાઉ અને સંકલિત શહેરી પરિવહન સુનિશ્ચિત કરવા માટે જબરદસ્ત પગલાં લીધાં છે. તેમણે ઉમેર્યું કે, છેલ્લા દસ વર્ષોદરમિયાન દેશમાં 725 કિલોમીટરથી વધુનું કામકરવામાં આવ્યું છે અને અન્ય 974 કિલોમીટરનું મેટ્રો નેટવર્ક નિર્માણાધીન છે.શ્રી ખટ્ટરે ટેક્નોલોજી, નવીનતા, હરિત ઉપાયો અને જાહેર – ખાનગી ભાગીદારીનો ઉપયોગ ટકાઉ,સુલભ અને સર્વ સમાવેશક જાહેર પરિવહન સુનિશ્ચિત કરવા માટે કરવો જોઈએ એમ જણાવ્યુ
Site Admin | ઓક્ટોબર 27, 2024 7:20 પી એમ(PM)
કેન્દ્રીય મકાન અને શહેરી બાબતોનામંત્રી મનોહર લાલ ખટ્ટરે જણાવ્યું છે કે ભારત આગામી ટૂંક સમયમાં વિશ્વનું સૌથી વિશાળ મેટ્રો નેટવર્ક બની જશે
