જૂન 23, 2025 7:48 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંઘ પૂરીએ આતંકવાદ સામે આંતર-રાષ્ટ્રીય સમુદાયને એક થવા પર ભાર મૂક્યો

પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંઘ પૂરીએ આતંકવાદ સામે આંતર-રાષ્ટ્રીય સમુદાયને એક થવા પર ભાર મૂક્યો. આયર્લેન્ડના કૉર્કમાં આવેલા અહાકિસ્તામાં ઍર ઇન્ડિયા ફ્લાઈટ 182 કનિસ્ક બૉમ્બ વિસ્ફોટની 40-મી વરસી પર યોજાયેલા શ્રદ્ધાંજલિ સમારોહમાં શ્રી પૂરીએ કહ્યું, વિશ્વને આતંકવાદનો સામનો કરવા એક થવું પડશે.
શ્રી પૂરીએ 23 જૂન 1985ની એ દુર્ઘટનાને યાદ કરી, જ્યારે ઍર ઇન્ડિયા ફ્લાઈટ 182ને કેનેડા સ્થિત આતંકવાદીઓ દ્વારા લગાવાયેલા બૉમ્બથી હવામાં જ ઉડાડી દેવાયું હતું. આ દુર્ઘટનામાં 80થી વધુ બાળક સહિત 329 લોકોના મોત થયા હતા.
શ્રી પૂરીએ કહ્યું, આતંકવાદ આજે પણ વિશ્વમાં નિર્દોષ લોકોના જીવને જોખમ પહોંચાડી રહ્યું છે. તેમણે કહ્યું, ભારત દાયકાઓથી જમ્મુ-કાશ્મીરથી લઈ પંજાબ અને મુંબઈ સુધી આતંકવાદના કહેરનો સામનો કરી રહ્યું છે.