કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આજે નવસારીના બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત કર્યું. 50 કરોડના ખર્ચે “અંબિકા નદી પર મેજર બ્રિજ”ના ખાતમુહૂર્ત પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ ઉપસ્થિત રહ્યા. તેમણે જણાવ્યું કે, સરકારનો ધ્યેય ગ્રામ્ય તથા આદિવાસી વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પહોંચાડવાનો છે.
બિલીમોરા અને નવસારી કાંઠા વિસ્તારના અનેક નાગરિકોને આ બ્રિજ ઉપયોગી થશે. આ સાથે તેમણે આવનાર સમયમાં કોસ્ટલ રોડના કામો શરૂ થશે જે આ વિસ્તારના નાગરીકોના વિકાસમા મહત્વનો સાબિત થશે એમ ઉમેર્યું હતું.
Site Admin | નવેમ્બર 16, 2025 2:46 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલે આજે નવસારીના બિલિમોરા ખાતે “અંબિકા નદી પર મેજર બ્રિજ”નું ખાતમુહૂર્ત કર્યું.