કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું. લિંબાયત ઝોન વિસ્તારમાં ઉધના યાર્ડ ખાતે સુરત – ભુસાવલ રેલવે લાઈન પર સાંઈબાબા મંદિર પાસે લિંબાયતથી ડિંડોલી જવા વાહનચાલકોને લાંબુ અંતર કાપવું પડતું હતું. આ સમસ્યાને ધ્યાને રાખીને મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2020માં 60 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક રેલવે અંડરપાસ બનાવવાનું આયોજન કરાયું હતું.
આ પ્રસંગે શ્રી પાટિલે જણાવ્યું કે સુરત શહેરમાં રાજ્યનો સૌથી લાંબો અંડરપાસ નિર્માણ પામ્યો છે. આ અંડરપાસથી સમય અને ઈંધણની બચત થતા ઉદ્યોગકારોને તેમના વ્યવસાયનો વ્યાપ વધારવામાં ઉપયોગી નીવડશે.
Site Admin | માર્ચ 2, 2025 3:20 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે આજે સુરતના લિંબાયત અને ડિંડોલીને સાંકળતા અત્યાધુનિક રેલવે અંડરપાસનું ઉદ્ઘાટન કર્યું