કેન્દ્રીય વહાણવટા મંત્રી સર્બાનંદ સોનોવાલે એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું.
આ પ્લાન્ટનો પ્રાથમિક ઉદ્દેશ ઇજનેરો અને ટેકનિશિયનોને ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન, સંગ્રહ અને હેન્ડલિંગ ઇકોસિસ્ટમમાં અસરકારક પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે. આ પ્લાન્ટ જુલાઈ 2025 સુધીમાં સંપૂર્ણપણે કાર્યરત કરવાનું લક્ષ્ય છે. જેની અંદાજિત ઉત્પાદન ક્ષમતા પ્રતિ કલાક 18 કિલો ગ્રીન હાઇડ્રોજન છે. આ સાથે DPA કંડલા બંદરના પરિસરમાં જ સ્વદેશી ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરનાર દેશનું પ્રથમ બંદર બનશે.
Site Admin | માર્ચ 19, 2025 3:38 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે એક મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે ઉત્પાદિત ઇલેક્ટ્રોલાઇઝર્સને કંડલા લાવવા વર્ચ્યુઅલી પ્રસ્થાન કરાવ્યું
