ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 8, 2024 2:04 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થઈ જશે

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે, 2047 સુધીમાં ભારત વિશ્વના ટોચના 10 દરિયાઈ વેપારી દેશોમાં સામેલ થઈ જશે.

કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું છે કે ભારત બંદરોમાં માલવાહક પરિવહન માટે કાર્ગો હેન્ડલિંગ ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દેશમાં જહાજ નિર્માણ અને સમારકામ માટે ઇકોસિસ્ટમમાં સુધારો કરવામાં આવી રહ્યો છે.
શ્રી સોનોવાલ ગઈકાલે ચેન્નાઈમાં કામરાજર પોર્ટ ટ્રસ્ટની સિલ્વર જ્યુબિલી ઉજવણીને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કામરાજર પોર્ટ ખાતે રૂ. 545 કરોડના ખર્ચે બાંધવામાં આવનાર કેપિટલ ડ્રેજિંગ, ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનો શિલાન્યાસ પણ કર્યો હતો. શ્રી સોનોવાલે જણાવ્યું હતું કે, કામરાજર પોર્ટે વિસ્તરણની સંભાવના સાથે કાર્યક્ષમ કોલસા વ્યવસ્થાપનને પ્રોત્સાહન આપીને ચેન્નાઈ પોર્ટની સુલભતામાં સુધારો કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.