જાન્યુઆરી 4, 2026 2:06 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, જી રામજી કાયદા અંગે કોંગ્રેસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે

ગ્રામીણવિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું છે કે મનરેગા ભ્રષ્ટાચારનો પર્યાય બનીગયું છે,જ્યાં શ્રમિકો ઘણીવારહાંસિયામાં ધકેલાઈ જાય છે અને શોષણ થાય છે. આજે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યુંકે કોંગ્રેસ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા ગેરંટી મિશન-ગ્રામીણ-જી રામજી કાયદાઅંગે જનતાને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ લગાવ્યો હતો. શ્રી ચૌહાણેજણાવ્યું હતું કે વિશાળ બજેટ હોવા છતાં, મનરેગા ગામડાઓમાં કોઈ કાયમી સંપત્તિનું નિર્માણ અથવા લાંબાગાળાના વિકાસ તરફ દોરી શક્યું નથી.
તેમણે જણાવ્યું હતું કે વિકસિત ભારત-જી રામજીકાયદો શ્રમિકોના હિતમાં છે કારણ કે તે અગાઉના 100 દિવસની તુલનાકરતા વધારે ચૂકવણી, બેરોજગારી ભથ્થા, વિલંબિત ચૂકવણી પર વ્યાજ અને 125 દિવસની રોજગારની ગેરંટી પ્રદાનકરે છે. શ્રી ચૌહાણે વધુમાં જણાવ્યું હતું કે આનાથી કામદારોની આર્થિક સ્થિતિમાંસુધારો થશે અને તેઓ ગામડાઓમાં અર્થપૂર્ણ યોગદાન આપી શકશે.
તેમણે વિકસિત ગામ દ્વારા વિકસિત ભારતના વિઝન પર પ્રકાશ પાડ્યો અને કહ્યું કે ટકાઉપરિણામોને ટેકો આપવા માટે ગ્રામીણ રોજગાર માટે ભંડોળમાં નોંધપાત્ર વધારો કરવામાંઆવ્યો છે. મંત્રીએ માહિતી આપી કે આગામી નાણાકીય વર્ષ માટે, એક લાખ 51 હજાર બસો બયાસી કરોડરૂપિયાની ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેમાંથી 95 હજાર કરોડ રૂપિયાથીવધુનું યોગદાન કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે.