કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી, શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે માહિતી આપી કે, દેશભરના 25 રાજ્યોમાંથી લગભગ 300 લખપતિ દીદી અને સ્વ-સહાય જૂથોની મહિલાઓ આ મહોત્સવમાં ભાગ લેશે. તેમણે ઉમેર્યું હતું કે, કુલ 62 સ્ટોલમાંથી 50 લાઇવ ફૂડ પીરસશે, જ્યારે 12 સ્ટોલ કુદરતી ખાદ્ય ઉત્પાદનો રજૂ કરશે.મંત્રાલયે જણાવ્યું કે, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, કેરળ, આસામ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને ગુજરાત સહિતના રાજ્યો આ ખાદ્ય મહોત્સવમાં ભાગ લઈ રહ્યા છે. દેશની વૈવિધ્યસભર ખાદ્ય સંસ્કૃતિનું પ્રદર્શન કરતી 500 થી વધુ વાનગીઓ અહી માણી શકાશે. આ મહોત્સવ આ મહિનાની 9 તારીખ સુધી સવારે 11:30 થી રાત્રે 9:30 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે.
Site Admin | ડિસેમ્બર 1, 2025 8:57 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ નવી દિલ્હીમાં સરસ આજીવિકા ખાદ્ય મહોત્સવ 2025નું ઉદ્ઘાટન કરશે