રાષ્ટ્રવ્યાપી હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ત્રિરંગો ફરકાવી અને લોકોને સંપૂર્ણ ઉત્સાહ અને દેશભક્તિ સાથે હર ઘર તિરંગા અભિયાનમાં ભાગ લેવા અપીલ કરી.
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ ઝારખંડના કોડરમા જિલ્લામાં તેમના નિવાસસ્થાને ત્રિરંગો ફરકાવ્યો હતો. આ તકે મંત્રીએ કહ્યું કે, રાષ્ટ્રધ્વજ આપણા દેશના લોકો માટે એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે.
નાગાલેંડમાં ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા વિશાળ બાઇક રેલીનું આયોજન કરાયું. આ બાઇક રેલીમાં 2 મહિલા સહિત 300 થી વધુ રાઈડર્સ જોડાયા હતા.
ગોવામાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા કુનકોલીન પોલીસના સહયોગથી ત્રિરંગા યાત્રા યોજાઇ હતી. જેમાં નાગરિકોને આજથી 15 ઓગસ્ટ દરમિયાન તેમના ઘર તેમજ દુકાન અને ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરાઇ હતી.
જમ્મુ અને કશ્મીરના કઠુઆમાં કેન્દ્રિય મંત્રી જીતેન્દ્ર સિંહના નેતૃત્વમાં ત્રિરંગા યાત્રા યોજાઇ હતી. આ દરમિયાન શ્રી સિંહે સ્વતંત્રતા સેનાની ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલી આપી હતી.
સાથે જ ત્રિપુરાના અગરતલામાં ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય હેઠળના લલિત કલા અકાદમીના ઉત્તર પૂર્વ પ્રાદેશિક કેન્દ્ર દ્વારા આ અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રિપુરા અને ઉત્તર પૂર્વ ક્ષેત્રના 45 જેટલા સ્વાતંત્ર્ય સેનાનીઓની અર્ધ કદની પ્રતિમા મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ તકે તેઓને શ્ર્દ્ધાંજલી પણ આપવામાં આવી હતી.
Site Admin | ઓગસ્ટ 13, 2025 7:55 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સામેલ થવા અપીલ
