જુલાઇ 17, 2025 7:50 પી એમ(PM)

printer

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધન-ધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કૃષિ યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓને પ્રધાનમંત્રી કૃષિ ધન-ધાન્ય યોજના હેઠળ કૃષિ ઉત્પાદકતા વધારવામાં યોગદાન આપવા અપીલ કરી છે.
આજે બિહારના સમસ્તીપુરમાં પુસા સ્થિત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના ચોથા દીક્ષાંત સમારોહને સંબોધતા શ્રી ચૌહાણે જણાવ્યું હતું કે કૃષિ ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા માટે આ યોજના હેઠળ 100 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી છે, જેને ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી હતી.