કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ મંગળવાર’ અભિયાનને લીલી ઝંડી આપી હતી. આ કાર્યક્રમમાં બોલતા મંત્રીએ જણાવ્યું હતું કે, આ અભિયાનનો ઉદ્દેશ્ય એર ક્વોલિટી ઈન્ડેક્સમાં સુધારો કરવા માટે જાગૃતિ લાવવાનો છે. સાથોસાથ એક સ્વસ્થ અને હરિયાળા ભારતનું નિર્માણ કરવાનો છે. તેમણે સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂક્યો અને કહ્યું કે એક સ્વસ્થ સમાજ જ સમૃદ્ધ રાષ્ટ્રના વિકાસનો પાયો છે. મંત્રીએ નાગરિકોને દરરોજ ઓછામાં ઓછા એક કલાક માટે સાયકલ ચલાવવા જેવી કોઈપણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિમાં જોડાવા માટે અપીલ કરી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 2019માં શરૂ કરવામાં આવેલા ફિટ ઈન્ડિયા અભિયાન હેઠળ ‘ફિટ ઈન્ડિયા સાઈકલિંગ મંગળવાર’ એક મુખ્ય પહેલ છે. સમગ્ર દેશમાં લગભગ એક હજાર સ્થળોએ આ કાર્યક્રમ યોજાયો હતો.
Site Admin | ડિસેમ્બર 17, 2024 3:03 પી એમ(PM)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ‘ફિટ ઈન્ડિયા સાયકલિંગ મંગળવાર’ અભિયાનને લીલી ઝંડી આપી
