કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા, રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી. તેમણે વર્તમાન સમયમાં ભારતમાં રમતગમત આધાર માળખું, યુવા કૌશલ્ય તેમજ રોજગાર લક્ષી બાબતો અંગે કેન્દ્ર સરકાર દ્વારા કરાતાં વિવિધ કાર્યો અને નવીન આયામોથી રાજ્યપાલને માહિતગાર કર્યા હતા. આગામી સમયમાં ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું નામ વધુ રોશન કરે તેવા પ્રયાસોને પ્રોત્સાહન આપવા રાજ્યપાલએ જણાવ્યું હતુ.
Site Admin | ઓક્ટોબર 19, 2025 9:04 એ એમ (AM)
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યપાલ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રાકૃતિક કૃષિ, સ્વચ્છતા, રમતગમત અને યુવા વિકાસ જેવા વિષયો પર ચર્ચા કરી
